R-Add1

Wednesday, October 29, 2014

રસોડામાં



મારા રસોડામાં સરખું કંઇ થાય નહીં
વાસણ બહુ ખખડે પણ સરખું રંધાય નહીં..
કૂકર ને મિક્સર બે એવા રંજાડે
દેખાડે મુજને તારા ધોળે દહાડે
સીટી વાગે સરખી, ચટણી વટાય નહીં
રાંધી જાણું ઝાઝું એમ તો બોલાય નહીં....
જોઉં 'રસોઇ શો' ને થાય ઘણી હોંશું
વાનગી બનાવવાના ચડે મને જોશું
(પણ) મોંઘા મસાલા ને મેવા પોસાય નહીં
એના વિનાની કોઇ વાનગી વખણાય નહીં......
મેવા મસાલા વિના વાનગી શું કરવી ?
ઘરના જમનારાની સામે શું ધરવી ?
સાસુ વખાણે નહીં (એ તો ઠીક છે હવે)
(પણ) એનો દીકરોય રિઝાય નહીં.........
આવું તો હાલ્યે રાખે, ચિંતા કરાય નહીં
કોઇનાય રસોડામાં સરખું સૌ થાય નહીં
વાસણ ખખડે તો વાસણ કહેવાય નહીં...
                                                                          -સ્વાતિ મેઢ 

Source Link

Tuesday, October 28, 2014

માણસ


પળેપળે પછડાતો માણસ, માણસથી કચડાતો માણસ. 
સવારથી લઇને સાંજ સુધીમાં, કેવું કેવું ભજવાતો માણસ. 
જ્યાં જુઓ ત્યાં વસ્તી વસ્તી, તોય જાણે ખોવાતો માણસ. 
મળવાની તો વાત મેલો, માણસથી ભટકતો માણસ. 
ભૂખથી ભૂંડી ચીજ કોઇ, પેટ માટે વહેંચાતો માણસ. 
જીવતર આખું ધમપછાડા, અંતકાળે અકળાતો માણસ. 
શૈશવ, જુવાની, બૂઢાપો લઇને, સ્મશાને ઠલવાતો માણસ. 
                                                                          - સંજય ગોંડલિયા, સેતાલુસ
Source Link

શિયાળો




િશયાળાનીવહેલી પરોઢે, 

સૂરજના તેજ િલસોટા શરમાયા, 

આંખોમાં દોડતાં સપનાંઓ, 
પાંપણોમાં ધુમ્મસ થઇ અથડાયા. 
કાિતલ ઠંડીમાં અઢળક ઉમંગો, 
ધાબળા મહીં ઠુંઠવાયા, 
સમણાના તારલાઓ બુઝાયા િનશ્વાસથી, 
સૂના ઓિશકાં ભીંજાયા. 
પંખીઓનો કલરવ શરૂ થયો ને, 
િક્ષતિજે રંગો ઊભરાયા, 
રાતભર ઠંડીમાં થીજેલા આંસુઓ, 
હવે ટહુકો બનીને પીગળ્યા. 
િશયાળાના ઠંડા ઠંડા વાયરા મારા, 
ચંચળ મનને વીંટળાયા, 
ને ઊઘડતા તડકાની કોમળ જ્વાળામાં, 
સુંવાળી મહેક થઇ લહેરાયા. 
ધુમ્મસ ને તડકાના વાદળોમાં, 
પંખીઓ પાંખો ફફડાવી મલકાયા, 
િશયાળાની રાતે ગલુિડયાંઓ દોડી, 
હૂંફાળે ખોળે ચસચસ લપાયા. 
િશયાળાની વહેલી પરોઢે, 
સૂરજના તેજ િલસોટા શરમાયા, 
આંખોમાં દોડતાં સપનાંઓ, 
પાંપણોમાં ધુમ્મસ થઇ અથડાયા. 
                                                  -પ્રવીણ સરાધીઆ, સુરત
Source Link