R-Add1

Friday, January 9, 2015

કૂવા કાંઠે...






કૂવાકાંઠે ભરતી હતી પાણી, 
ને નિસર્યો ત્યાંથી મારો સાજનિયો. 
નજરથી મળી નજર ને, 
મારા તનમનમાં વાગી શરણાઇઓ. 
રાહ જોતી વ્હાલમની ક્યારની, 
જાણે છે મારા મનની વાતો. 
પણ માગે છે મને મળવા, 
બેઉની અરસપરસ લાગણીઓ. 
ક્યારે મળવું? ક્યાં મળવું? 
સમજાય નહીં એવી લાગણીઓ. 
બાલમને નિહાળવા એક નજર, 
રાહ જોતી ઊભી પનિહારીઓ. 
પણ જાણે છે દિલની વાત, 
તેથી તો કૂવા કાંઠે મારે છે લટારિયો. 
                                                                                           - અંગના જોશી, અમદાવાદ


SOURCE LINK

વનપ્રવેશ



હવેહું સંકોરાવા માંડી 
મારા વનમાં... 
એકાંત ઓગાળી. 
કોકિલનો કુંજારવ તો મનેય 
સંભળાતો રોજ આમ્રવનમાં. 
આંગણે ડોલતો ડોલર, 
રૂપાળો મોગરો, હસતો ગલગોટો, 
તો ક્યાંક મઘમઘતી જાઇ-જૂઇ ને કરેણ. 
કહીં ગુલાબ, ચંપો ને ચમેલી... 
દોડી દોડી ધમણ માફક 
ધમધમતી મધુમાલતીની માદકતા 
મન ભરી આંખોથી પીધી છે. 
કદાચ અેનો હાંફ છે, 
ક્યારેક તો મારામાં યે 
ખીલી હતી વસંત કેસૂડાના રંગ નીતરતી. 
પણ હવે... 
મારા સુંદરવનમાં પાનખરના ચક્રએ 
સ્તબ્ધતા વેરી છે. 
મુગ્ધ વર્ષાને પાછી ઠેલી છે, 
મૌનાલયને વિસ્તાર્યું છે. 
                                                    -રક્ષા ચોટલિયા, રાજકોટ

Kyarek vichaar aave che...AA TE KEVI DUNNIYA..??



Kyarek vichaar aave che...AA TE KEVI DUNNIYA..??
Kaam hoy tyare yaad kare ane kaam na hoy to dur thi salaam kare...AA TE KEVI DUNNIYA..??

Amnu kaam hoy to aapdi aagad paachad farya kare, ane aapdu kaam hoy tyare made nahi, ane made tyare kahe k tamne bhulata hoy... AA TE KEVI DUNNIYA..??
Prem kare ane sabandh pan rakhe pachi bdhu bhuli ne kahe k tame kon cho..? AA TE KEVI DUNNIYA..??

Saacchu kahu chu mitro! Kyaar ek to gusso aave che,,,,hraday to badhane aapyu che bhagwaane pan, nirmal ne saacchu hraday amuknej aapyu che.
Bolo have tamne pan vichar aave che ne k AA TE KEVI DUNNIYA..??

- PARTH BHATT (VADODARA)